jump to navigation

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પુસ્તકમેળો…. સપ્ટેમ્બર 2, 2010

Posted by amritc in ડિવાઇનનાં આગામી આકર્ષણો - કાર્યક્રમો....
add a comment

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તારીખ :3 સપ્ટેમ્બર 2010થી તારીખ: 5 સપ્ટેમ્બર 2010 સુધી સેક્ટર-21ના મધ્યસ્થ ગ્રંથાલય ખાતે એક પુસ્તકમેળાનું

આયોજન કરવામાં આવ્યું છે. અચૂક મુલાકાત લેવા વિનંતિ છે.

Advertisements

ડિવાઇન પબ્લિકેશન્સનું આગામી પુસ્તક સંપાદન… સપ્ટેમ્બર 2, 2010

Posted by amritc in અવર્ગીકૃત.
add a comment

ડૉ.નિવ્યા પટેલ

c/o ડિવાઇન પબ્લિકેશન્સ, 30, ત્રીજે માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડેલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380 001.

પ્રતિશ્રી,

આદરણીયશ્રી,

કુશળ હશો.

આજે દિવસે ને દિવસે વાંચન ઓછું થતું જાય છે. અધ્યાપકો,શિક્ષકો કે વિધ્યાર્થીઓ કશું જ વાંચતા નથી એવી બૂમો ચારેકોર સંભળાય છે.વાલીઓ પણ મોટેભાગે વાંચતા નથી હોતા. સામા પક્ષે પુસ્તકોની વસતી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મને એક વિચાર આવ્યો કે મોટા-મોટા લેખકોના જીવનમાં શરૂઆતમાં પુસ્તકો પ્રત્યે કેવો લગાવ હતો ને પછી એ લગાવને કારણે એમનું જીવન કેવી રીતે બદલાયું – આવા પ્રકારના સંસ્મરણો એકઠાં કરવાનું કામ હું કરી રહી છું.

આ સંસ્મરણોમાં આપે ક્યારથી વાંચવાનું શરૂ કર્યું ? પુસ્તકો કેવી રીતે મેળવ્યા ? કેવા કેવા વાંચ્યા ? શ્રેશ્ઠ કયું લાગ્યું ? કેમ ? ધીમે ધીમે રસ બદલાયો ? હાલ શું વાંચી રહ્યા છો ? સૌ પ્રથમ પુસ્તકો ભણી આંગળી ચીંધનાર કોણ ? પુસ્તકો મેળવવામાં પડેલી તકલીફો-જેવી અનેક યાદગાર ક્ષણોને આવરી લેવી એવી મારી વિનંતી છે.

હું આશા રાખું છું કે આપને મારું આ આયોજન યોગ્ય લાગશે,સાથે એ પણ આશા રાખું છું કે આપ મારા આ આયોજનમાં જોડાશો. આપનો લેખ મળવાથી મારો ઉત્સાહ બેવડાશે અને હું આપની ખૂબ જ આભારી થઇશ.

નવી પેઢી સામે આ પ્રકારના સંપાદનો લઇ જવાથી એમની રસરુચિને યોગ્ય દિશામાં ગતિ મળશે તેમ હું માનું છું. 1લી જાન્યુઆરી 2011, નવા વર્ષના પ્રથમ દિવસે આ સંપાદન ’મારો ગ્રંથરાગ’’નું વિમોચન જાહેરમાં રાખવાનો સંકલ્પ કર્યો છે, તેથી 30 સપ્ટેમ્બર 2010 સુધીમાં આપનો લેખ નીચેના સરનામે પોષ્ટથી અથવા ઇ-મેઇલથી મોકલી આપવા નમ્ર વિનંતિ. આપના લેખનો પુરસ્કાર રૂ.200/= મળશે તથા ગ્રંથની એક નકલ આપને મોકલાવી શકાશે.પુન: સહકારની અપેક્ષા સહ….

આપની આભારી,

નિવ્યા પટેલના વંદન

લેખ મોકલવા માટેનું સરનામું :

Amri Chaudhary

Divine Publications, 30, 3rd Floor, Krishna Complex, Old Model Cinema, Gandhi Road,

Ahmedabad-380 001, Gujarat, India. Phone : +91 79 2216 7200, Mo. +91 098251 72818,

Email : divineamrit@gmail.comdivinebooks@mail.com

એપ્રિલ 13, 2010

Posted by amritc in ડિવાઇનનાં પુસ્તકો વિશે અવલોકન-વિવેચન-પ્રતિભાવ....
add a comment

લેખક : અભિજિત વ્યાસ, મૂલ્ય રૂ. 125=00

મૂલ્યવાન પુસ્તક : ‘લલિતકલા સંજ્ઞાકોશ

ફિલ્મકલા વિશે ગુજરાતીમાં જે જૂજ વ્યક્તિઓનાં પુસ્તકો સાંપડ્યાં છે તેમાંના એક  છે અભિજિત વ્યાસ. એમણે ‘ફિલ્મ જોવાની કલા’, ‘જગતની શ્રેષ્ઠ ફિલ્મો’, ‘ફિલ્માવલોકન’, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ’, ‘ફિલ્મ,કલાવિચાર’, ‘વોલ્ટ ડિઝની’, ‘ફિલ્મ સર્જન પ્રક્રિયા’, ‘સત્યજિત રાય : જીવન અને કલા’ વગેરે પુસ્તકોમાં ફિલ્મકળાના વિવિધ આયામો વિશે અધિકૃત વાત કરી છે.’લલિતકલા સંજ્ઞાકોશ’ પુસ્તકની પ્રસ્તાવનામાં અભિજિત વ્યાસ લખે છે કે :’’ લલિતકલામાં સમાવાયેલ કલાના તો કોઇ કોશ ગુજરાતીમાં ઉપલબ્ધ નથી. આ બધી પરિસ્થિતિ મારા મનમાં ઘણા સમયથી ઘોળાયા કરતી હતી. આપણે ત્યાં કવચિત પ્રગટ થતા લલિતકલાના જે તે વિષયનાં પુસ્તકોમાં જરૂરી સંજ્ઞાઓ સમજાવવામાં આવી છે ખરી પણ તે જે તે વિષયમાં પણ સર્વાંગી તો નથી જ. એટલે જે જિજ્ઞાસુને કંઇ જોવું-સમજવું હોય તેને જે તે વિષયનાં અંગ્રેજી પુસ્તકોમાં પ્રગટ થયેલી શબ્દસૂચિ (ગ્લોસરી) ઉપર આધાર રાખવો પડે છે. આ બધા સંજોગોને કારણે માતૃભાષા ગુજરાતીમાં આવો કોઇ કોશ હોવો જોઇએ તેવી ભાવના પ્રબળ રીતે મનમાં થતી રહેતી.’’

અભિજિત વ્યાસને નાનપણથી જ કલાઓમાં ઊંડો રસ હતો. તેથી કળાઓની અભ્યાસપૂર્ણ સમજ કેળવવાનો એમનો પ્રયાસ રહ્યો. ‘લલિતકલા સંજ્ઞાકોશ’ તૈયાર કરવા માટે એમની આ મથામણ પણ પ્રેરક બની છે. સંગીત,નૃત્ય,નાટક,ચિત્ર,સાહત્ય,ફિલ્મ,ટી.વી.વગેરે કળાક્ષેત્રોમાં યોજાતી અંગ્રેજી અને ગુજરાતી પારિભાષિક સંજ્ઞાઓની સમજૂતી અહીં પ્રવાહી ભાષામાં અપાઇ છે.

કળાક્ષેત્રોની અનેકાનેક પારિભાષિક સંજ્ઞાઓને આ રીતે સ્પષ્ટ કરી આપતો ‘લલિતકલા સંજ્ઞાકોશ’ આપણા કોશ સાહિત્યમાં મૂલ્યવાન ઉમેરણ બની રહે છે. ચિરસ્થાયી મૂલ્ય ધરાવતો આવો કોશ આપવા માટે અભિજિત વ્યાસને અને ઉત્તમ પ્રકાશન કરનાર ડિવાઇન પબ્લિકેશન્સને અભિનંદન.

-ઉષાબહેન ઉપાધ્ધાય

(”ગુજરાતમિત્ર”માંથી સાભાર)

એપ્રિલ 12, 2010

Posted by amritc in ડિવાઇન પરિવારના સન્માનીય લેખકો....
1 comment so far

વાર્તાસંગ્રહ

રેખાચિત્રો

નવલકથા

ડિવાઇનમાં પ્રગટ થયેલાં જૉસેફ મેકવાનનાં પુસ્તકો

પ્રતિનિધિ રેખાચિત્રો

પ્રતિનિધિ વાર્તાઓ

વાર્તાસંગ્રહ

રેખાચિત્રો

વાર્તાસંગ્રહ

સાહિત્ય અકાદમી, દિલ્લી દ્વારા પુરસ્કૃત નવલકથા

મનગમતા કેટલાક શેર… એપ્રિલ 10, 2010

Posted by amritc in ગમતાનો ગુલાલ....
add a comment

ખૂશ્બોને  કેવો રંગ છે  પૂછો  કબીરને,

ઓળખ ફૂલોની હોય છે વ્હેતા પવનને

**********

ફૂલોના ખોળામાં જઇએ,

પંખીના ટોળામાં જઇએ

*********

તારા સ્મરણના ફૂલ છે મારા હ્રદયના બાગમાં,

રહેશે મહેંકતા ઉમ્રભર મૌસમ ભલે હો કોઇપણ

*********

શબ્દોથી પર રહી અને પ્રસરી જુઓ જરી,

ફૂલોય જાણતા નથી  વ્યાખ્યા  સુગંધની

*********

નાચી ઊઠી સુગંધ, ને ઝૂમી ઊઠ્યો પવન,

તમને  નિહાળી ફૂલના રંગો હસી  પડ્યા

*********

ફૂલ, વાદળ, મોરટહૂકા ભીંજવે જ્યારે તને,

એ ક્ષણોની એક યાદી તું કવરમાં પોસ્ટ કર

*********

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,

અમને નમાવવા હો  તો  ફૂલોનો  ભાર દે

બિન્દુ ભટ્ટ્ના”બાંધણી” વાર્તાસંગ્રહની સમીક્ષા એપ્રિલ 7, 2010

Posted by amritc in ડિવાઇનનાં પુસ્તકો વિશે અવલોકન-વિવેચન-પ્રતિભાવ....
add a comment

જાણીતા લેખક ભોળાભાઇ પટેલે ”દિવ્ય ભાસ્કર”દૈનિકમાં બિન્દુ ભટ્ટના ”બાંધણી ” વાર્તાસંગ્રહ વિશે વિસ્તારપૂર્વક સમીક્ષા કરી.

મારા વિશે એપ્રિલ 5, 2010

Posted by amritc in હું ગુર્જર ભારતવાસી.
1 comment so far

હું અમૃત ચૌધરી છેલ્લા વીસ વરસથી ગુજરાતી વિષયના એસોસિએટ અધ્યાપક તરીકે શ્રી.પી.એચ.જી.મ્યુનિસિપલ આર્ટસ અને સાયન્સ કૉલેજ, કલોલ, જિ.ગાંધીનગર અધ્ધયન-અધ્યાપન કરાવી રહ્યો છું અને હાલ ગુજરતી વિભાગના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યો છું.

જાણીતા લેખક જૉસેફ મેકવાનનું અવસાન એપ્રિલ 4, 2010

Posted by amritc in ડિવાઇન પરિવારના સન્માનીય લેખકો....
add a comment

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર જૉસેફ મેકવાનનું નડિયાદ ખાતે તારીખ અઠ્ઠાવીસ માર્ચના રોજ પંચોતેર વરસની ઉંમરેની દેહાવસાન થયું. ડિવાઇન સાથે તેઓ છેલ્લા ત્રણ વરસથી લેખક તરીકે જોડાયા હતા. અમારો નાતો માત્ર લેખક-પ્રકાશકનો નહિં પણ પારિવારિક હતો. જૉસેફભાઇના અવસાનથી સમગ ગુજરાતી સાહિત્ય-જગતને અને એમના અંગત મિત્રો, ભાવકોને ન પૂરી શકાય તેવી ખોટ સાલશે. એક સાહિત્યકાર ઉપરાંત માણસ તરીકે પણ ઉમદા હતા. સર્જક તરીકે ખાસ કરીને દલિત સાહિત્યનું પ્રતિનિધિત્વ જૉસેફભાઇના સાહિત્ય દ્વારા એમના સાહિત્યમાં બરોબર ઝીલાયું હતું. પ્રખર સાહિત્યકાર તરીકે અને પ્રબુધ્ધ નાગરિક તરીકે તેઓ સમાજના હિતચિંતક અને જાહેરજીવન સાથે સીધી નિસબત ધરાવનાર જીવનવાદી અને જીવનધર્મી સાહિત્યકાર હતા એમના સાહિત્યમાં માનવજીવનની કઠોરમાં કઠોર નરવી વાસ્તવિકતા અને માનવહ્ર્દયના નાજૂક ભાવોની નમણી સંવેદના આબાદ રીતે પ્રગટ થઇ છે,જેનાથી તેઓ ગુજરાતી સાહિત્યમાં જ નહિ પણ ભારતીય કક્ષાએ વિસ્તરતા ગુજરાતી સાહિત્યકાર હતા.

– અમૃત ચૌધરી

ડિવાઇન પબ્લિકેશન્સ, અમદવાદ

*************************************************************************************************************

શ્રમજીવી માતાની વ્યથાના ઉદગાતા જોસેફભાઇ

-રઘુવીર ચૌધરી

સદગત જૉસેફ મેકવાન ( તા.9-10-1936થી તા.28-3-2010 ) મધ્ય ગુજરાતના શ્રમજીવી સમાજના ચાહક અને એમની વ્યથાઓના ઉદગાતા તરીકે ગુજરાતી કથાસાહિત્યના એક માર્ગસૂચક સ્તંભ બની રહેશે. આણંદના ત્રણોલી ગામમાં જન્મ્યા અને આણંદમાં શિક્ષણકાર્ય કરી નિવૃત્ત થયા. એ હિન્દી સાહિત્યના અભ્યાસી હતા એ પણ અમારી નિકટતાનું કારણ. પણ એ કર્મશીલ સારસ્વત હતા એ એમના માટેના વ્યાપક આદરનું કારણ. ખ્રિસ્તી ધર્મનાંમ મૂલ્યો એમને આત્મસાત હતા પણ એ સમર્પિત હાતા, દલિત સમાજની વેદનાનો વહીવંચો લખવામાં.

જૉસેફભાઇના લેખનનો પહેલો તબક્કો 1956થી 1964નો.એમણે મુગ્ધભાવે લખેલા પરંપરાગત લેખનની પણ કદર થઇ હતી.પણ પછી એ કર્મશીલ વધુ બન્યા.

’આપણું આજનું સાહુત્ય સાડા ત્રણ ટકા ઉજળિયાતોએ જમાવેલી સામાજિક અસરોનું સાહિત્ય, તો પછી બાકીની સાડી છન્નું ટકા વસતીનું શું ?’

આ સાડી છન્નું ટકા વિશે વાત કરવાનું જોખમ લેખક સમજે છે, એટલે તેઓ કહે છે, ‘તમને કવિઓને મુશાયરો ગમે અને કવિસભા હરખે ભરો, પણ તમે જે વેદના ગાવાના છો એ કેટલાનાં રૂવાડાં ખડાં કરશે ? આપણો મેળ ત્યાં ઓછો રહેવાનો. આપણી રચનાઓ થકી આપણા પોતીકા જણો  હલબલી ઉઠે, આપણા જ કાળજાંમાં ઊહાપોહ મચે, આપણું નીંભર એદીપણું, આળસ મરડે, આપણો જણ જાગે-જગ જાગે.’

આ જાગૃતિ પ્રેરતો શબ્દ સંવેદનામાં રસાઇને આવ્યો. એમાંથી ગુજરાતી ભાષાનું એક અનન્ય પુસ્તક પ્રગટ્યું : ‘વ્યથાનાં વીતક’. (1985) ચરિત્રકથાઓ કહો, રેખાચિત્રો કહો કે ચરિત્રનિબંધ કહો-‘વ્યથાનાં વીતક’ દરેક વ્યાખ્યાને સાર્થક કરે એવું  છે. નેશનલ બુક ટ્ર્સ્ટ ઇંડિયાએ એના ભારતની અન્ય ભાષાઓમાં અનુવાદ કરાવ્યા છે. ‘આક્રોશ’થી શરૂ થયેલી વાત આનંદમાં પરિણમે  છે, તેથી જ જૉસેફ મેકવાનના રેખાચિત્રો સઘળા સહ્રદયોની મિલકત બની જશે.

સને 1987માં પ્રગટ થયેલી નવલકથા ‘આંગળિયાત’ને સાહિત્ય અકાદમી દિલ્હીનું 1989નું પારિતોષિક મળ્યું. એમાં ખેડૂત પટેલો અને દ્લિત વણકરોના સંઘર્ષનું નાટ્યાત્મક આલેખન છે. પાત્રોના પ્રત્યક્ષીકરણના કારણે કૃતિ ભાવકના મનમાં વસી જાય છે. અહીં જે નૈતિકતા અને સંયમનું નિરૂપણ છે એ 1986માં પ્રગટ થયેલી ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’માં કેન્દ્ર્સ્થાને છે. શરીરસંગથી મુક્ત પ્રેમની પવિત્રતામાં દલિત સમાજને પાયાની શ્રધ્ધા હોય એવું અહીં ફલિત થાય છે.

’પન્નાભાભી’ અને ‘મારી પરણેતર’ પર બનેલાં ચલચિત્ર આસ્વાધ્ય છે. દિગ્દર્શકને મદદરૂપ થાય એવી દ્ર્શ્યાત્મકતા  અને અતિરંજિત નાટ્યાત્મકતા પણ જૉસેફ્ભાઇની ખાસિયત હતી.

ફાધર વાલેસ યુરોપથી આવીને ગુજરાતમાં રોપાયા, ભાષામાં મૂળ નાખ્યાં. જૉસેફ મેકવાને તળ ગુજરાતની ધૂળિયા ભાગોળે પોતાની જાતને, ભાષાને ઘડી છે. પરંપરાગત સાહિત્યકૃતિ રચવા કરતાં દલિત જીવન વિશે, તેમની અબોટ ભાષામાં લખીને બહુજન સમાજ સુધી પહોંચી શક્યા છે તે તેમની વિરલ સિધ્ધિ છે. શક્ય છે કે કલાવાદીઓ ધીરે-ધીરે જૉસેફથી વિમુખ થતા જાય, કેમ કે લોકપ્રિયતાની જે સરળતાથી અપેક્ષા રાખે છે તે કલાવાદીઓને કઠે છે, છતાં જૉસેફનું સાહિત્યપ્રદાન અમૂલ્ય છે. જૉસેફભાઇના કથાસાહિત્યની ભાષા પણ સ્વતંત્ર અભ્યાસનો વિષય બની શકશે.

( ‘દિવ્ય ભાસ્કર’, તા.4-4-2010 )

ડિવાઇન પબ્લિકેશન્સ આપનું સ્વાગત કરે છે…. ડિસેમ્બર 26, 2009

Posted by amritc in ડિવાઇનમાં આપનું સ્વાગત....
add a comment

 

ડિવાઇનને આંગણે આપ સૌ પુસ્તક્પ્રેમીઓનું હાર્દિક સ્વાગત છે.

અમદાવાદથી અમૃત ચૌધરીના  આપ સૌ સાહિત્યરસિકોને નમસ્કાર…  

  પુસ્તક મારો પ્રથમ પ્રેમ છે. ગુજરાતી ભાષા..આપણી  માતૃભાષા માટે સ્વાભાવિક રીતે જ ઊંડો આદર ધરાવું છું.  

 વાંચન,લેખન,પ્રવાસ, ચિત્રકલા, એ મારા રસના વિષયો છે. આ ઉપરાંત સાહિત્યિક,સાંસ્કૃતિક, અને સામાજિક પ્રવૃતિઓમાં પણ વિશેષ રસ છે. પુસ્તક પ્રકાશન, પુસ્તક  પ્રચાર-પ્રસાર એ હેતુ માટે શરૂ કરાયેલ  ડિવાઇન પબ્લિકેશન્સ એ મારું શમણું છે.  

સાહિત્યિક અને સાંકૃતિક-સામાજિક-શૈક્ષણિક પ્રવૃતિઓ માટે મેં આર્ષભારતી પ્રતિષ્ઠાન ટ્રસ્ટની સ્થાપના પણ કરી છે.સરકારી ,સામાજિક, શૈક્ષણિક, બિનસરકારી સંસ્થાઓ,એન.જી.ઓ. તથા અન્ય સંસ્થાઓના સહયોગ દ્વારા  અનેક પ્રવૃતિઓ કરવાનો નિર્ધાર કર્યો છે. સ્વર્ણિમ ગુજરાત માટે પણ કેટલીક યોજનાઓ વિચારી છે.જે લોક-સહયોગ દ્વારા કરવા ધારીએ છીએ. ડિવાઇન પબ્લિકેશન્સમાં સ્વર્ણિમ ગુજરાતના ઉપક્રમે ”વાંચે ગુજરાત” યોજના અન્વયે ”ડિવાઇન બુક ક્લબ”માં જે વ્યક્તિ સભ્ય બને તેને ડિવાઇન પબ્લિકેશન્સના પ્રકાશનોમાં વિશેષ વળતર આપવાનું નક્કી કર્યું છે.  

 પુસ્તક પ્રકાશન અને પુસ્તક પ્રચાર-પ્રસાર દ્વારા પુસ્તક વાંચનની પ્રવૃત્તિઓ કરીએ છીએ

આ યોજનાની વધુ વિગતો માટે મો..નં. ૦૯૮૨૫૧ ૭૨૮૧૮, ૦૯૪૨૭૦ ૧૨૮૯૫ તથા E-mail : divineamrit@gmail.com પર સંપર્ક કરવા વિનંતી.

 

 

 

ડિવાઇનનાં વધુ વંચાતા-વેચાતા પુસ્તકો… ડિસેમ્બર 25, 2009

Posted by amritc in ડિવાઇનનાં વધું વંચાતા અને વેચાતા પુસ્તકો....
add a comment

1. ઓશોનું કેળવણીદર્શન

2. તાઓ-ઝેન-કન્ફ્યુશિયસ

3. ગીતાનો જ્ઞાન-કર્મ-ભક્તિબોધ

4. સમય તમારી મુઠ્ઠીમાં

5. ચિંતાથી ચિંતન તરફ…

6. સદા સફળ હનુમાન

7. મનને જીતો દુનિયા જીતો

8. ડિવાઇન સંસ્કારશ્રેણીનાં પુસ્તકો (છ પુસ્તકોનો સેટ)

9. ડૉ.રાધાકૃષ્ણન

10.આંગળિયાત

11.ડિવાઇન સંસ્કૃતમહાકવિશ્રેણી (બાર પુસ્તકોનો સેટ )